તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
સુરતમાં મેઘરાજાએ તારાજી સર્જી : ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ અને કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી: વાહનોને નુકશાન
વૃક્ષ ઈકો કાર પર પડ્યું :કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ :બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થતા ક્રિકેટ રમતા બેથી ત્રણ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ :વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક રીક્ષા અને એક મકાનને નુકશાન પહોંચ્યું

સુરત :ગુજરાતમાં આજે સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ મુજબ, આગામી 5 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની ચેતાવણી છે. હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. ત્યારે સુરતામાં વરસાદને કારણે નુકસાની થવાની ત્રણ ઘટના બની છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. સુરતમાં વરસાદને કારણે નુકસાની થવાની ત્રણ ઘટના બની છે. જેમાં નેશનલ હાઇવે નં. 56 પર બે મહાકાય વૃક્ષ ધરાશાયી થયા હતા. જેમાંથી એક વૃક્ષ ઈકો કાર પર પડ્યું હતું, પરંતુ કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો. બીજી ઘટનામાં કતારગામ વિસ્તારમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થયો હતો. ઘટના સમયે ક્રિકેટ રમતા લોકો પણ અંદર હતા. બેથી ત્રણ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં કામરેજ ચાર રસ્તા પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા.
સુરતના કતારગામમાં રામકથા રોડ પર સ્થિત ધ ડોટબોલ બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થયો છે. ઘટના સમયે ક્રિકેટ રમતા લોકો પણ અંદર હતા. બેથી ત્રણ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દિલ્હીગેટ ગોપાલજીની હવેલી નજીક આવેલ હતુ આ વૃક્ષ. વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક રીક્ષા અને એક મકાનને નુકશાન પહોંચ્યું છે. સદનસીબે વૃક્ષ તુટી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તેયાર કરવામાં આવતી હતી. ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને પણ કોઈ નુકશાન થયું નથી.
તાપીના સોનગઢ અને વ્યારામાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. ભારે પવન વચ્ચે વરસેલા વરસાદને કારણે વૃક્ષો પડ્યા હતા. વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થતા સોસાયટીઓના માર્ગ બંધ થયો હતો. સાબરકાંઠાના હિંમતનગર નેશનલ હાઇવેના સર્વિંસ રોડ પર કાર ફસાઈ હતી. પ્રાંતિજના તાજપુર કુઈ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
