<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા; સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ : અંબાલાલ પટેલની આગાહી

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ :ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા છે. કેટલાક શહેરોને બેટમાં ફેરવી દીધા છે તો અનેક જગ્યાએ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવે મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે. 

   હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી મુજબ, રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે વરસાદ થશે. તારીખે 2-3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 અને 3 જુલાઈ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.   બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.

   અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 29 જુને શુક્ર વૃષભ રાશિમાં આવતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ વરતાઇ રહ્યા છે. પંચમહાલ, મહીસાગર, વડોદરાના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલની શક્યતા છે. 3 થી 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો... પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો... કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા  છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે

 

(5:51 PM IST)