તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો: વસ્ત્રાપુર, થલતેજ, એસજી હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો
પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ: સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો:પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી મુજબ, રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે વરસાદ થશે. તારીખે 2-3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 અને 3 જુલાઈ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 29 જુને શુક્ર વૃષભ રાશિમાં આવતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ વરતાઇ રહ્યા છે. પંચમહાલ, મહીસાગર, વડોદરાના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલની શક્યતા છે. 3 થી 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો... પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો... કચ્છ, રાજકોટ, મોરબી, ચોટીલા, વાંકાનેરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
