તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન: 6 દિવસ બાદ પણ પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ
વસ્ત્રાલનું તળાવ 6 દિવસ પહેલા આવેલા ભારે વરસાદમાં ઉભરાયું: બગીચામાં પણ વરસાદી પાણી ભરાયા : આસપાસની સોસાયટીની બાઉન્ડ્રી વોલથી તળાવનું પાણી 3 ફૂટ દૂર:સતત વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાવાની શક્યતા

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વસ્ત્રાલનું તળાવ 6 દિવસ પહેલા આવેલા ભારે વરસાદમાં ઉભરાયું છે. તળાવની બાજુમાં આવેલા બગીચામાં પણ વરસાદી પાણી ભરાયા છે. 6 દિવસ બાદ પણ વરસાદના પાણીનો નિકાલ કરવામાં AMC નિષ્ફળ જણાતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તંત્રના અધિકારીઓ ઉભરાયેલા તળાવને ખાલી કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં 6 દિવસ બાદ પણ વરસાદના પાણીનો નિકાલ કરવામાં AMC નિષ્ફળતા સામે આવી છે. વરસાદી પાણી ભરાતા બાગ બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે તળાવના પાણીનું સ્તર સતત વધ્યું છે. આસપાસની સોસાયટીની બાઉન્ડ્રી વોલથી તળાવનું પાણી 3 ફૂટ દૂર છે. સતત વરસી રહેલા વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાવાની શક્યતા વર્તાઇ રહી છે. વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી શકે છે. AMCના અધિકારીઓની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
