<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામી : કુદરતી સૌંદર્ય સાથે પહાડોની વચ્ચે ગીરા ધોધની મોજ માણવા લોકો ઉમટી પડ્યા

સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી :ચોમાસાની સીઝન અને સાથે રવિવારની રજા એટલે બાળકોથી લઈને મોટા લોકો માટે મજાનો દિવસ

ચોમાસુ જામતા જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામવા માંડે છે, ખાસ કરીને શનિવાર-રવિવારની રજા અને એમ પણ વરસાદની મોસમમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદ એટલે ડાંગ જિલ્લો. ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ વરસાદ ના આગમન સાથેજ ડાંગ જિલ્લાની સફરે નીકળી પડતા હોય છે, હાલ ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે.

ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સાથે પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ગીરા ધોધને માણવા આવતા હોય છે. સાથે સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચુકતા નથી. ડાંગ જીલ્લામાં ચોમાસાની સીઝન અને સાથે રવિવારની રજા એટલે બાળકોથી લઈને મોટા લોકો માટે મજાનો દિવસ છે. 

ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધનો આહલાદક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો, જેમાં જોઈ શકાય છે કે ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઉંચો ગણાતો ગીરા ધોધને જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી ચડ્યા છે.

(6:45 PM IST)