તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
વિરમગામમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
માંડલ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયાં: વાહનચાલકોને ભારે હાલાકી: ભરવાડી દરવાજા, પરકોટા, માંડલ રોડ અને શ્રી પંચમુખી હનુમાન સર્કલ પાસે પાણી ભરાયા

અમદાવાદ :ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા છે. કેટલાક શહેરોને બેટમાં ફેરવી દીધા છે તો અનેક જગ્યાએ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ, સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે.
વિરમગામમાં 3.5 ઈંચ વરસાદ થવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં છે. વિરમગામ માંડલ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયાં છે. પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભરવાડી દરવાજા, પરકોટા, માંડલ રોડ અને શ્રી પંચમુખી હનુમાન સર્કલ પાસે પાણી ભરાઈ ગયાં છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વિરમગામ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વિરમગામ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તારોમાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વિરમગામ નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
