<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

નર્મદા નદીમાં છોડવામાં આવતા પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલ ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો

35 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો આ વિયર ડેમ પાણીથી છલકાતો હોય આહલાદક નજારો સર્જાયો

મધ્યપ્રદેશમાં સારો વરસાદ નોંધાતા ડેમની જળસપાટી 119 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં કુલ 2723 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ નોંધાયું છે અને ઉપરવાસમાંથી પ્રતિ સેકન્ડ 20,870 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે.

આ સાથે સરદાર સરોવર ડેમના પાવરહાઉસ મારફતે 37,097 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં છોડવામાં આવતા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલ ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. 35 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો આ વિયર ડેમ પાણીથી છલકાઈ રહ્યો છે, જેને લીધે આહલાદક નજારો સર્જાયો છે.

હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતો ગરૂડેશ્વર ડેમ હાલમાં લોકોમાં કેન્દ્રબિંદુ બન્યો છે. ગુજરાતના પ્રવાસીઓ અને સ્થાનિકો નર્મદા નદીના ઓવરફ્લો થયા પછીના આ દૃશ્યો જોવા માટે પહોંચતા જોવા મળે છે. ખાસ કરીને ગરૂડેશ્વર હાઈવે પરથી નદી અને ડેમનો નજારો ખુબજ રમણીયો લાગતો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે.

હાલની પરિસ્થિતિ મુજબ નર્મદા નદીમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર પણ સતત નજર રાખી રહ્યું છે. મુલાકાતીઓ માટે સલામતીની દૃષ્ટિએ સુચનાઓનું પાલન કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

 

(7:22 PM IST)