તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
સુરતમાં મુળ ઓડિશાનો CRPF જવાન 22 કિલો ગાંજા સાથે પકડાતા ચકચાર
આરોપી સીમાચલ નાહક દિલ્લીના રોહિણીની જેલમાં કાર્યરત હતો. આસામમાં તેનું પોસ્ટિંગ થયું જેમાં તેણે જોઈનિંગ કર્યું નહોતું: આરોપી જમ્મૂ કશ્મીરના પુલવામામાં SOGમાં ફરજ બજાવી ચૂક્યો છે

સુરતમાં મુળ ઓડિશાનો CRPF જવાન ગાંજા સાથે પકડાતા ચકચાર મચી ગઇ છે. વરાછા પોલીસે બાતમીના આધારે શખ્સને 22 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. આરોપી ગાંજો લઈને રેલવે ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આરોપી ઓડિસાથી ગાંજો લઈને આવ્યો હતો. આરોપીને પકડીને પોલીસે તેની પુછપરછ શરુ કરી હતી. આરોપી સીમાચલ નાહક દિલ્લીના રોહિણીની જેલમાં કાર્યરત હતો. આસામમાં તેનું પોસ્ટિંગ થયું હતું જેમાં તેણે જોઈનિંગ કર્યું નહોતું. આરોપી જમ્મૂ કશ્મીરના પુલવામામાં SOGમાં ફરજ બજાવી ચૂક્યો છે. .
સુરતમાં હવે ખાખી જ ખેલ કરતી પકડાઇ ગઇ છે. સુરત શહેરમાં ગાંજા સાથે CRPF જવાન ઝડપાયો હતો. વરાછા પોલીસે આરોપીને 22 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી CRPFમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આરોપી સીમાચલ નાહક મૂળ ઓડીશાનો વતની છે. આરોપી ગાંજો લઈને રેલવે ગરનાળા પાસથી પસાર થઈ રહ્યો હતો. વરાછા પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ દિલ્હીના રોહિણી જૈલમાં કાર્યરત છે.
હાલ તેની આસામ ખાતે પોસ્ટિંગ થઈ હતી પરંતુ તેણે ત્યાં જોઇનિંગ કર્યું ન હતું. જમ્મુ કાશ્મીરના પુલવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવી ચૂક્યો છે. આરોપી ઓડિશાથી ગાંજો લાવ્યો હતો અને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી કેટલા સમયથી ગાંજો સુરત લાવે છે અંગે તપાસ હાથ ધરી છે. ઉપરાંત શું તે જ માત્ર આ ગેંગમાં સક્રિય છે કે અન્ય કોઇ જવાનો પણ સક્રિય છે. તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
