<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં વિજેતા થયેલા સરપંચ, સભ્યોનો રાજપીપળા કમલમ ખાતે સન્માન સમારોહ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયેલા સરપંચ અને સભ્યોના સન્માન માટે એક કાર્યક્રમ યોજાયો.નવા સરપંચ અને સભ્યોનું સન્માન કરીને ગ્રામ વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે.

   નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવ તેમજ નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત અનેક આગેવાનોની હાજરી આ સન્માન સમારોહ યોજાયો.આ કાર્યક્રમ દરમિયાન વિજેતા થયેલા સરપંચ અને સભ્યોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારે વિજય થયેલા સરપંચ અને સભ્યોએ ગામની પ્રગતિ અને લોકોની સેવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સંકલ્પ નાંદોદ તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાને પ્રગતિના પથ પર આગળ લઈ જશે.વિજેતા સૌનો આ સન્માન સમારોહ એ વિકાસના નવા શિખરો તરફ આગળ જવાની શરૂઆત કરી છે.

(11:17 PM IST)