તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
રાજપીપળામાં રવિવારે મેઘરાજાની આવન જાવન સાથે સૂર્યદેવ વાદળો સાથે સંતાકુકડી રમતા જોવા મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં રવિવારે સવારથી વરસાદ ચાલુ બંધ થતાં લોકો બહાર જવું કે નહીં એ વિટંબણા માં મુકાયા હતા જોકે રવિવારની રજામાં સવારથી બહાર ફરવા જવાના પ્લાન કરતા પરિવારો પણ નારાજ જોવા મળ્યા
આમ તો આખા અઠવાડિયાથી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મેઘરાજાની આવન જાવન ચાલુ રહી હતી અને આજે રવિવારની રજામાં પણ સવારથી આકાશ ઘેરાયેલું રહું અને આખા દિવસ દરમિયાન વરસાદના ઝાપટા ચાલુ બંધ રહ્યા હતા જેમાં સવારથી વરસાદની આવન જાવન સાથે સૂર્યદેવ વાદળો સાથે સંતાકુકડી રમતા નજરે પડ્યા હતા.
ગયા અઠવાડિયા રાજપીપળામાં 7.2 ઇંચ જેવો ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ આખા અઠવાડિયામાં ક્યારેક સૂર્યદેવના દર્શન થયા બાકીના દિવસોમાં વાદળો ઘનઘોર રહ્યા સતત વરસાદના કારણે મૂંગા પશુઓની હાલત કફોડી બની જેમાં રખડતા શ્વાન, શહેરમાં ફરતી ગાયો ચાલુ વરસાદમાં લોકોના ઓટલા કે અન્ય જગ્યા પર વરસાદથી બચવા આશરો લેતા નજરે પડ્યા હતા.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
