તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
સાગબારાના જંગલ ફળીયામાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ મારામારીમાં એકટ્રોસીટી દાખલ
મુસ્લિમ પરિવારના સભ્યોએ આદિવાસી પરિવાર સાથે મારામારી કરી જાતિ વિરુદ્ધ શબ્દો બોલ્યા: શાહિદ તથા શાકિબએ રોહિણીને માર મારી ટીશર્ટ ફાડી નાંખી છેડતી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારાના જંગલ ફળીયામાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ મારામારીમાં એકટ્રોસીટીનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપભાઇ ભરતભાઈ વસાવા (રહે. સાગબારા, જંગલ ફળીયુ) નાઓએ આપેલ ફરિયાદ મુજબ રહીશાબેન વા/ઓ સોહેબ રમઝાન દિવાન તથા સોહેબ દિવાન તથા સાકિબ સાહેબ દિવાન તથા શહેનાઝ સોહેબ રમઝાન દિવાન નાઓ દિલીપભાઈના ઘર આગળ આવેલ નાળા પાસે થાંભલીઓ રોપી પુરાણ કરતા હતા જેથી તેમણે આ લોકો ને કહેલ કે તમે અહીંયા પુરાણ કરશો તો વરસાદનું પાણી કંઇ બાજુ નીકળશે...? તેમ કહેતા આ લોકો એકદમ ગુસ્સે થઇ આવેશમાં આવી જઇ ગમે તેમ ગાળો બોલી કહેતા હતા કે સાલા આ ભીલાઓને આજે તો મારવાના જ છે, તેવા જાતિ વિષયક શબ્દો બોલી સાહિલ સોહેબ દિવાન એ તેના હાથમાં રહેલ પાવડા વડે દિક્ષિતને મારવા જતા દિલીપ વસાવા એ પાવડો પકડી લેતા દિલીપભાઈ તથા દિક્ષીત સાથે ઝપાઝપી કરી સાહીલ સોહેબ દિવાન એ દિક્ષીતના ડાબા હાથના કોણીના ભાગે પાવડાનો લાકડાનો હાથો મારી ઇજા કરી તથા તેણે પહેરેલ બનિયન ફાડી નાખી તે વખતે રોહીણી વચ્ચે પડતા સાહીદ તથા સાકીબએ રોહીણી સાથે ઝપાઝપી કરીને ગડદા પાટુનો મારમારી રોહીણીએ પહેરેલ ટી-શર્ટ ફાડી નાખેલી અને રોહીણીને તેઓ બન્ને જણા હાથ પકડી ખેંચતાણ કરી છેડતી કરી આ ચારેય જણાએ ઢિક્કા પાટુનો મારમારી ઝગડો કરી આજે તો તમે બચી ગયા છો જો બીજી વાર અમારા લાગમાં આવશો તો જાનથી મારી નાંખીશું તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા સાગબારા પોલીસે ચાર વિરુદ્ધ એકટ્રોસીટી નો ગુનો દાખલ કર્યો છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
