<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

સુરતમાં sog દ્વારા પર્દાફાશ કરાયેલ ૯૪૩ કરોડના ડબ્‍બા ટ્રેડિંગમાં ૮ લોકો મૂળ સૌરાષ્‍ટ્રના માસ્‍ટર માઇન્‍ડો હોવાનો ધડાકો

 

ગુજરાતના સીમાડા વટાવી મુંબઈ સુધી સન્નાટો પ્રસરાવનાર વાયરલ રેકેટ અંગે લોકો જે જાણવા માંગે છે તેનું અકિલા સમક્ષ પીઆઇ અતુલ સોનારા સરળ શબ્‍દોમાં બયાન કરે છે

ડેવલપર્સની આડમાં શેર બજારની મોટી ટીપ, વિગેરે લલચામણા શબ્‍દો પાછળ ઓનલાઇન ગેમ્‍બિંગનું નેટવર્ક ચાલી રહ્યાંની સીપીની આશંકા પર ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં sog સ્‍ટાફની કાબિલેદાદ જહેમત રંગ લાવી

રાજકોટ, તા.૦૧: સનરાઈઝ ડેવલપર્સ  સહિત વિવિધ કંપનીઓની આડમાં ડબ્‍બા ટ્રેડિંગ વિવિધ રમતોના નામે કરોડોનો જુગારના ઓનલાઇન ગેમ્‍બિંગનો પર્દાફાશ સુરત સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઇ અતુલ સોનારા ટીમ દ્વારા કરવામાં આવતા સુરત અને ગુજરાતના સીમાડા વટાવી મુંબઈની જુગારી આલમમાં સન્નાટી મચી ગયો છે.

ઉકત સમગ્ર મામલે જેમના નેતળત્‍વ હેઠળની ટીમ દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્‍યું છે તેવા તં પીઆઇ અતુલ સોનારા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં sog ના હાથે ઝડપાયેલ ગેંગના આરોપીઓના સૌરાષ્ટ્‌ કનેક્‍શન મોટા પ્રમાણમાં ખુલવા પામેલ છે. આરોપી નંદલાલ ગેવરીયા , વિશાલ ગેવરીયા, જયદીપ પીપરીયા, ભાવિન હીરપરા, નવનીત ગેવરીયા, બકુલ તરસરીયા આ ૭ આ તમામ મૂળ અમરેલી જિલ્લાનાં છે. જ્‍યારે ભાવેશ કિહલા બોટાદ પંથકનો છે.

મોડસ ઓપરેન્‍ડી

હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે આ કામના પકડાયેલ આરોપીઓ વોન્‍ટેડ સહ આરોપી સાથે મળી એકબીજાના મેળાપીપણામાં સમાન હેતુ પાર પાડવાના ઈરાદે ગુનાહિત પુર્વ આયોજીત કાવતરૂ રચી સોફટવેર ડેવલોપર્સ થકી Castilo ૯ તથા Stock grow વિગેરે શેરમાર્કેટ ટ્રેડીંગ લગત વેબ સોફટવેર ગેરકાયદેસર ડેવલોપ કરાવી અલગ અલગ સોશીયલ મિડીયા પ્‍લેટ ફોર્મ થકી શેરમાર્કેટમાં ટ્રેડીંગ અંગેની જાહેરાતો આપી અપાવડાવી અલગ અલગ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકો ઉભા કરી ગ્રાહકોને યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ગેરકાયદેસર રીતે ડેવલોપ કરેલ વેબ સોફટવેર થકી ગ્રાહકોને લોભામણી સ્‍કીમ આપી રોકડમાં તેમજ ઓનલાઈન મારફતે રોકાણ કરાવી શેરમાર્કેટ ટ્રેડીંગ થકી છેતરપીડી કરી તેમજ પ્રતિબંધિત BET FAIR.COM, NEXON EXCH. COM. PAVANEXCH, ENGLISH 999 વિગેરે વેબ સોફટરવેર થકી યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ વિગેરે સ્‍પોર્ટ લગત તેમજ કસીનો ગેમીંગ રમાડી મસમોટી રકમો પડાવી/મેળવી સાહેદ/ભોગબનારના જાણબહાર ખોલેલ બેંક અકાઉન્‍ટમાં ઉપરોકત ગેરકાયદેસરની પ્રવૃતિઓના પૈસા જમા કરી કરાવડાવી ઉપાડી આ મેળવેલ રકમ અલગ અલગ જગ્‍યાઓ ઉપર ઈન્‍વેસ્‍ટ કરી ગંભીર ગુનાને અંજામ આપતા હતા.

પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ

(૦૧) પોલીસ ઈન્‍સપેકટરશ્રી એ.એસ.સોનારા નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૨) પોલીસ સબ ઈન્‍સપેકટરશ્રી આર.એસ.ભાટીયા નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૩) એ.એસ.આઈ. ઈમ્‍તિયાઝ ફકરૂમોહમદ બ.નં.૨૬૪૫ નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૪) અ.હે.કો. રમેશભાઈ મનુભાઈ બ.નં.૭૧૬ નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૫) અ.હે.કો. સંજયભાઈ પાતાભાઈ બ.નં.૯૧૬નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૬) અ.હે.કો. અસ્‍લમ ઈદ્રીસ બ.નં.૧૮૬૯ નોકરી એસ.ઓ.જી સુરત શહેર, (૦૭) અ.હે.કો. સહદેવસિંહ ભરતસિંહ બ.નં.૩૭૪ નોકરી એસ.ઓ.જી સુરત શહેર.

(11:06 AM IST)