<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

સુરતમાં ખાડીપૂર બાદ હવે ખાડારાજથી લોકો ભારે હેરાન પરેશાન:વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા

લિંબાયત અને ઉધના ઝોનના રસ્તા નર્કાગારમાં ફેરવાયા: ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું

સુરતમાં ખાડીપૂર બાદ હવે ખાડારાજથી લોકો હેરાન પરેશાન બન્યા છે. શહેરમાં વરસાદી પાણીમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાયા છે. ખાસ કરીને લિંબાયત અને ઉધના ઝોનના રસ્તા નર્કાગારમાં ફેરવાયા છે. ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. તો ખાડી આસપાસના વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. તો સારોલી મેન રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 આ તરફ વરાછા-સરથાણામાં મુખ્ય અને આતંરિક રસ્તાઓ પર મસમોટા ખાડા વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી.

(1:03 PM IST)