તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 1st July 2025
ગોધરામાં ગુજરાત ફાર્મામાં ATSની તપાસ : કેટલીક શંકાસ્પદ દવાના નમૂના લીધા
ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ચિખોદરા પાસે ગુજરાત ફાર્મામાં એટીએસ દ્વારા દરોડા

ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ચિખોદરા પાસે ગુજરાત ફાર્મામાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ દવાઓ મામલે તપાસ માટે એટીએસની ટીમ આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અગાઉ પણ આ કંપની નકલી દવાઓ બનાવવા મામલામાં કુખ્યાત થયેલ છે. હાલ ATS ટીમની તપાસ ચાલી રહી છે.
ATS ટીમએ ગુજરાત ફાર્મામાં તપાસ દરમિયાન કેટલાક દવાઓના સેમ્પલ લઇને પૃથકરણ માટે મોકલ્યા છે. ગુજરાત ફાર્મા નામની કંપની કેપ્સુલ બનાવે છે. આજે ATSએ દરોડા પાડી કેટલીક દવાના નમૂના લીધા હતા. અગાઉ પણ આ કંપની નકલી દવાઓ બનાવવા મામલામાં કુખ્યાત થયેલ છે. હાલ ATS ટીમની તપાસ ચાલી રહી છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
