<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

પાંચ દિવસ ધોધમાર વરસશેઃ હવામાન ખાતુ

રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં યેલો એલર્ટ જાહેરઃ ૮ જુલાઈથી ચોમાસુ નબળુ પડશે!

 

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્‍યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્‍ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂકયુ છે. હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ૩ જુલાઇ થી ૮ જુલાઇ સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ દિવસ દરમિયાન રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્‍જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્‍યના ૧૩ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે.

આવતીકાલે એટલે કે ૪થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

૫ જુલાઇના અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્‍જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્‍જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શકયતા નહીવત્ત રહેશે

૬ જુલાઈનાં રોજ સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનર હવેલી માટે ઓરેન્‍જ તો. ગીરસોમનાથ, અમરેલી, ભાવગર, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

૭ જુલાઇના દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્‍જ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગ માટે યલો એલર્ટ રહેશે. બાકીનાં તમામ જિલ્લામાં વરસાદની શકયતા નહીવત્ત છે.

૮ જુલાઈથી ચોમાસું હળવું પડી જશે. જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર માટે ઓરેન્‍જ જ્‍યારે અરવલ્લી, પંચમહાલ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદની શકયતા નહીવત્ત છે.(૪૦.૧૬)

(1:47 PM IST)