News of Thursday, 3rd July 2025
નવસારીમાં ધોધમાર વરસાદ :પૂર્ણા નદીની જળસપાટી 20 ફૂટે પહોંચી :નદીકાંઠાના રહેવાસીઓને સતર્ક કરાયા
વરસાદે વિરામ લેતા હાલ પૂર્ણા નદીનું જળસ્તર સ્થિર થયું: પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે

અમદાવાદ : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસતા પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારા બાદ હવે સપાટી સ્થિર જોવા મળી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. જ્યારે હાલ નદીનું જળસ્તર 20 ફૂટ છે. અગાઉ નવસારી શહેરના પૂર્ણા નદીકાંઠાના રહેવાસીઓને સતર્ક કરવામાં આવ્યા છે. વાલોડ, ઢોલવાડ, મહુવા, સુધીર અને ડાંગમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા હાલ પૂર્ણા નદીનું જળસ્તર સ્થિર થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો પૂર્ણાનદીનું જળસ્તર ભયજનક સપાટી ઉપર આવી જાય તો નવસારીમાં પાણી ઘૂસી શકે છે. પરંતુ હાલ વરસાદે વિરામ લેતા નદીનું જળસ્તર 20 ફૂટ છે. અગાઉ નવસારી શહેરના પૂર્ણા નદીકાંઠાના રહેવાસીઓને સતર્ક કરાયા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
