<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બનાસકાંઠાના વડગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ ખાબકતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વડગામ તાલુકા પંચાયત પ્રાગણમાં ઘૂંટણ સમા પાણી

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં ડીસા અને પાલનપુર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો તો ઠીક પણ જાહેરમાર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે.

     બનાસકાંઠાના વડગામ તાલુકામાં 9 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈને વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ તરફ વડગામ તાલુકા પંચાયત પ્રાગણમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં તાલુકા પંચાયતની કામગીરી બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ બની છે. નોંધનીય છે કે, વડગામ તાલુકા પંચાયતમાં વારંવાર વરસાદી પાણી ભરાય છે. આ તરફ પાણી ભરાતા અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને ભારે મુશ્કેલી થઈ રહી છે.  


 


 

(8:43 PM IST)