News of Thursday, 3rd July 2025
વિસનગરમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી :APMCમાં પણ પાણી ભરાઈ ગયા
APMCમાં પાણી ભરાતા વેપારીઓને નુકશાનની ભીતિ: કાંસા ચોકડીથી ગંજબજાર ફાટક સુધી અને શુકન હોટેલથી થલોટા તરફ માર્ગ પર પાણી ભરાયા.

ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે
મહેસાણાના વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિસનગર APMCમાં પણ પાણી ભરાઈ ગયા છે. APMCમાં પાણી ભરાતા વેપારીઓને નુકશાનની ભીતિ. કાંસા ચોકડીથી ગંજબજાર ફાટક સુધી પાણી ભરાયા છે. શુકન હોટેલથી થલોટા તરફ માર્ગ પર પાણી ભરાયા છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
