News of Thursday, 3rd July 2025
સાયલામાં બપોરે ધોધમાર વરસાદ : અડધો કલાકમાં અડધા ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ પાણી ફરી વળ્યા
ગામના વિસ્તારો,બજારોમાં પાણી પાણી થઈ ગયું : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ને હાલાકી

ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે.
સૌરષ્ટ્રમા વરસાદી માહોલ વચ્ચે સાયલામાં સવારથી છવાયેલા આકાશી વાદળોની જમાવટ સાથે બપોરે આવેલા ધોધમાર વરસાદથી પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.અડધી કલાકમાં અડધા ઇંચથી વધુ વરસેલા વરસાદને કારણે હાઈવે પર તેમજ ગામના વિસ્તારો,બજારોમાં પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
