<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે નાંદોદ તાલુકાની ત્રણ નવા આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે ઈન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS) અંતર્ગત નાંદોદ તાલુકાના સોંઢલિયા, કણપોર અને વડિયા-૧ ગ્રામપંચાયત વિસ્તારોમાં નવા નિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
   આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતાં-રમતાં શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત થાય છે, જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ટેક હોમ રેશન અંતર્ગત પોષ્ટિક આહાર આપવામાં આવે છે. જે સરકારીની સરાહનીય કામગીરી છે. વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા બહેનો માટે શ્રીમંત વિધિ તથા ૬ મહિનાના બાળક માટે અન્નપ્રાશન વિધિ એક ઉત્સવ તરીકે આંગણવાડીમાં ઉજવવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ યોજનાઓ દ્વારા બાળકોમાં પોષણનું સ્તર વધારવાના પ્રયત્નો કર્યા છે. આ સાથે "પોષણ સંગમ" કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે પગલાં લેવાઇ રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર માત્ર શૈક્ષણિક માળખું નથી પણ ભવિષ્યના સારા નાગરિકોની આરોગ્ય-પોષણની પાયાની સુવિધા છે. સૌ લોકોએ સહભાગી બનીને ભારતને સુપોષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. 
નાંદોદ તાલુકાના સોંઢલિયા, કણપોર અને વડિયા-૧ ગ્રામપંચાયત વિસ્તારોમાં નવી આંગણવાડી કેન્દ્રોનું રિબીન કાપી આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.સોંઢલિયા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે બાળકોને ટ્રેકટરમાં બેસાડીને નવા કેન્દ્રમાં બાળકોને વાજતે-ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો

(10:08 PM IST)