<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આજે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પંથકોમાં અનરાધાર વરસાદની આગાહી: આવતી કાલથી ત્રણ દિવસ સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે : હવામાન વિભાગે આજે ગુરુવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર ઉપરાંત સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં સાંબેલાધારે ભારે વરસાદ અંગે યલો ઍલર્ટ જારી કર્યું. : આવતીકાલે શુક્ર, શુની અને રવિ, ૨૭થી ૨૯ જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, , અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ પંથકમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. 9:30 AM IST

અમદાવાદની રથયાત્રાઃ મહાયુદ્ધના મોરચા જેવી પોલીસની આવી છે તૈયારીઓ : મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ચીફ સેક્રેટરી પંકજ જોષી, ગૃહ વિભાગના સર્વેસર્વા મનોજ દાસ, મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન અને ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ વિગેરેની હાઈ પાવર બેઠકમાં સુકાની પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા પ્રેઝન્‍ટેશનથી ભૂપેન્‍દ્રભાઈ, હર્ષભાઈ પ્રભાવિત : ક્રાઈમ બ્રાન્‍ચના ડીસીપી અજિત રાજીયાણના નેતૃત્‍વમાં અસામાજિક તત્‍વોની રગે રગથી વાકેફ ચુનંદા અધિકારી સ્‍ટાફ આખી રથયાત્રા સાથે ચાલી ફુટ પેટ્રોલિંગ કરશે: સેક્‍ટર વડા નીરજ બડ ગુજ્જર ટીમ એલર્ટ, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની વિગેરેના માર્ગદર્શનમાં અને ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્‍વમાં એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા પરોઢ સુધી અસામાજિક તત્‍વોને વીણી વીણી જેલ ભેગા કરવાની ઝુંબેશ ચાલુ રહી2:08 PM IST

આજના દિવસે કોંગ્રેસે સત્તા લાલસામાં લાદેલી ઇમરજન્‍સી- કટોકટીનો કલંકિત કાળો દિવસ દેશની પ્રજા કયારેય નહીં ભૂલેઃ રાજુભાઈ ધ્રુવ : કોંગ્રેસી વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીએ ખુરશી બચાવવા ભયાનક ‘કટોકટી' લાદી લોકશાહીને કેદી બનાવી જેલમાં નાખી હતી : પૂર્વ મુખ્‍યમંત્રી અને ત્‍યારના વિદ્યાર્થીનેતા વિજયભાઈ રૂપાણીને સૌથી નાની વયે કટોકટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસે વિના વાંકે મિસા હેઠળ જેલમાં નાખી દીધા હતાઃ કટોકટીમાં મિસાના કાળા કાયદા હેઠળ એક લાખ કરતા વધુ સંઘ- જનસંઘ(ભાજપ)ના તથા અન્‍ય પક્ષોના હજારો નેતાઓ-કાર્યકર્તાઓ,અસંખ્‍ય પત્રકારો- મીડિયાકર્મીઓ,લોકતાંત્રિક મૂલ્‍યો-બંધારણની રક્ષા માટે લડનારાઓને જેલમાં પુરવામાં આવ્‍યા હતા2:13 PM IST