<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

12 ફુટ ઉંચી દિવાલ ઉપર લાગેલા પતરના સ્ક્રુ ખોલી ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી રૂપિયા ૫.૬૧ લાખના ૯૩૫ ઘી ના ડબ્બાની ચોરી

ભાજપની નેતાગીરીએ ચાસવડ ડેરીમાં હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકાર મંડળીના ગોડાઉનમાંથી કોઈ અજાણ્યા ઇસમે રાત્રીના અંધારાનો લાભ લઈ ગોડાઉનની પાછળના ભાગે આવેલ ૧૨ ફુટ ઉંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરના સ્ક્રુ ખોલીને ગોડાઉન માંથી ૧ લીટરના ઘી ના બોક્સ નંગ-૭૭ જેમાં ભરેલા ૯૩૫ ઘી ના ડબ્બા ની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો હતો.ગોડાઉનમાં ઘી ના ડબ્બાનો સ્ટોક ઓછો જણાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી.જેમાં ઘી ના ડબ્બાના સ્ટોકની તપાસ કરવામાં આવતા ડબ્બા ઓછા જોવા મળ્યા હતા.જેમાં ચાસવડ ડેરાના મેનેજર સુરેશભાઈ પટેલે કુલ ૯૩૫ ઘી ના ડબ્બા જેની કિંમત રૂ.૫,૬૧,૦૦૦ નો મુદામાલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છે કે,ચાસવડ ડેરીમાં ઘીના ડબ્બાની ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા અને ભરૂચ જી.પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગભાઇ વસાવા સહિત સર્મથકોએ ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખ અને મેનેજરને ચાસવડ ડેરી માંથી ઘીના ડબ્બાની ચોરીની ભરપાઈ કોણ કરશે.તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો સાથે વાત કરતા માહોલ ગરમાયો હતો. ચોરીની ઘટના બાદ સીસીટીવી ફુટેજ ચેક કયૉ બાદ આ બાબતે નેત્રંગ પો.સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.


 

(10:10 PM IST)