<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

લાછરસ ગામમાં પાણી ભરવા બાબતે ફાયબરની પાઇપ વડે માર મારતા બે સામે એટ્રોસિટી દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં પાણી ભરવા બાબતે થયેલી બોલાચાલી બાદ ફાઇબરની પાઇપ મારતા ફરિયાદ નોંધાઈ છે

    મળતી માહિતી મુજબ સુરેશભાઇ શનાભાઇ તડવી (રહે. લાછરસ, નવી નગરી) એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ ગઇ તા.૦૨/૦૭/૨૦૨૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેઓ મજુરી કામ કરી પરત ઘરે જતા હતા તે વખતે લાછરસ ગામમાં આવેલ રામાપીરના મંદિરે પહોંચેલ ત્યાં (૧)ભરતભાઇ મુળજીભાઇ પટેલ (૨)પિયુષ ભાઇ ભરતભાઇ પટેલ( બંન્ને રહે. થરી તા.નાંદોદ જી.નર્મદા) નાઓ ટ્રેક્ટરમાં પ્લાસ્ટીકની મોટી ટાંકીમાં મંદિરના પંટાગણમાં આવેલ બોરમાથી પાણી ભરતા હોય જેથી સુરેશભાઈ એ તેમને કહેલ આ બોરનું લાઇટબીલ અમારા ફળીયાના લોકો ભરે છે જેથી તમો આજે પાણી ભરી જાવ પરંતુ આવતી કાલે આ મંદિરે પાણી ભરવા આવતા નહી તેમ જણાવતા પિયુષભાઈ તેમને કહેવા લાગેલ કે અમો તો અહીયાથી જ પાણી ભરીશું તમારાથી થાય તે કરી લેજો તેમ કહેતા સુરેશભાઈ બીજું કંઇ બોલ્યા વગર પોતાના ઘરે જતા રહેલ ત્યારબાર થોડીવારમાં આ બંને ત્યાં આવી કહેવા લાગેલ કે તું કેમ પાણી ભરવા દેતો નથી તેમ કહી પકડી રાખી પિયુષભાઈ એ ફાઇબરની પાઇપથી સુરેશભાઈને માથાના ભાગે તથા જમણા કાન ઉપર માર મારી ઇજા કરી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ એટ્રોસિટી નો ગુનો દાખલ કર્યો છે

(11:28 PM IST)