News of Saturday, 5th July 2025
ગોપાલ ઇટાલિયા દોડયા અને તંત્રને પણ દોડાવ્યુ...
પાલિકા પ્રમુખ ઓફિસે ન હોવાથી લતાવાસીઓ સાથે ઘરે ગયા... : ધારાસભ્ય બનતાની સાથે જ લોકપ્રશ્નો હલ કરવા વિસાવદર મત વિસ્તારમાં લોકપ્રશ્નો હલ કરવા સતત સક્રિય

રાજકોટ, તા. પઃ વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સતત દોડવા લાગ્યા છે અને તંત્રને પણ દોડતુ કરી દીધુ છે.
વિસાવદર વિધાનસભા વિસ્તારમાં રોડના પ્રશ્ને કાલે લતાવાસીઓ સાથે પાલિકામાં ગયા હતા. પરંતુ પ્રમુખ ગેર હાજર હોવાથી તેમના ઘરે જવા રવાના થતા પ્રમુખ રસ્તામા સામા મળતા રસ્તામાં જ અટકાવીને તાબડતોબ આ પ્રશ્નો હલ કરવા સુચના આપી હતી.
ભાજપ સરકાર તમામ વસ્તુઓ પર તમામ લોકો પાસે કરોડો-અબજોનો ટેક્સ વસૂલ કરે છે અને આ ટેક્સ ભર્યા બાદ પણ જનતાને પાયાની સુવિધાઓ પણ મળતી નથી. હાલ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને અનેક મુદ્દાઓ પર લોકોએ રજૂઆત કરી હતી કે નળથી જળ યોજનાનું પાણી નથી મળી રહ્યું, રોડ રસ્તાના ઠેકાણા નથી, વરસાદી પાણીનો નિકાલ થઈ નથી રહ્યો, ઠેર ઠેર ગંદકી ફેલાયેલી છે અને રોગચાળો ફેરવવાની પણ શકયતા છે, આવી અનેક પરિસ્થિતિમાં એ વાત સ્પષ્ટ દેખાય છે કે વિસાવદરની નગરપાલિકાએ વિસાવદરના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાથી ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિસાવદરના ઠેર ઠેર વિસ્તારમાં ફરી ફરીને લોકોની સમસ્યા જાણી અને વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત લઇને આ મુલાકાત દરમિયાન સબ રજિસ્ટ્રાર (નોંધણી અધિકારી) સાથે વિવિધ પ્રકારના દસ્તાવેજ નોંધણી સંબંધિત પ્રક્રિયા બાબતે ચર્ચા કરી.
આ કચેરીમાં મોર્ગેજ, કે પાવર ઓફ એટર્ની, કે સાટાખત, ખરીદ-વેચાણ દસ્તાવેજ, કે એગ્રીમેન્ટ કે લીઝ વગેરે પ્રકારના ડોકયુમેન્ટસને રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો આવે છે ત્યારે અરજદારોને ધક્કા ન ખાવા પડે, લાઈનમાં ઊભો રહેવું ન પડે તેમજ એજન્ટોનો શિકાર ન બનવું પડે તે બાબતે અધિકારી સાથે ચર્ચા કરી.
આ સિવાય કોઈ નકલી દસ્તાવેજ ન કરાવી જાય, અથવા વેચનાર વ્યક્તિને ડરાવી ધમકાવી કે લોભ આપી ખોટી રીતે દસ્તાવેજ ન કરાવી જાય, કે ખોટી પાવર ઓફ એટર્નીની નોંધણી ન કરાવી જાય તેમજ ખોટા ડોકયુમેન્ટ આધારે કોઈ નોંધણી ન કરાવી જાય વગેરે બાબતે શું શું કાળજી લેવામાં આવે છે તે બાબતની નોંધણી અધિકારી પાસેથી માહિતી મેળવી. આ સિવાય દસ્તાવેજ કરવા સંબંધી ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા શું શું છે તે બાબતે ઊંડાણપૂર્વક અધિકારી સાથે ચર્ચા કરી.
વિશેષમાં, નોંધણી અધિકારી પોતે પણ યુવાન, ઉત્સાહી અને ખૂબ જ ધગશ ધરાવતા વ્યક્તિત્વ હોય તેઓ પોતે પોતાની કામગીરી ખૂબ સારી રીતે કરી રહેલ છે, એ બાબતે મેં તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
