News of Saturday, 5th July 2025
બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ : કાંકરેજ તાલુકામાં પોણા ચાર ઇંચ ખાબક્યો :વડગામમાં સવા ઇંચ
બનાસકાંઠાના અન્ય 5 તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં વરસાદ થયો છે.
મહત્ત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ બનાસકાંઠા અને મધ્ય બનાસકાંઠામાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના 5 તાલુકામાં 0.05 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 3.78 ઈંચ વરસાદ. વડગામ તાલુકામાં 1.2 ઈંચ વરસાદ, પાલનપુર તાલુકામાં 0.8 ઈંચ વરસાદ, દિયોદર તાલુકામાં 0.7 ઈંચ વરસાદ, અમીરદગઢ તાલુકામાં 0.6 ઈંચ વરસાદ. લાખાણી તાલુકામાં 0.4 ઈંચ વરસાદ. દાંતીવાડા તાલુકામાં 0.2 ઈંચ વરસાદ વરસ્યો છે
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
