<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ખાસ ડ્રાઈવ 403 સ્થળ પર કરી તપાસ: 144 સ્થળોને નોટિસ ફટકારાઇ

AMCની ટીમે અખાદ્ય પદાર્થ, ગંદા રસોડા અને જીવાતો મળી આવવાના કારણે કાર્યવાહી કરી

અમદાવાદ : ચોમાસું શરૂ થતાં જ AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. AMCએ છેલ્લા એક સપ્તાહથી ડ્રાઈવ શરૂ કરીને 403 સ્થળો પર તપાસ કરી છે. જે પૈકી 144 સ્થળોને અલગ અલગ કારણોસર નોટિસ ફટકારવામાં આવી છે

. તપાસ દરમિયાન AMCની ટીમે અખાદ્ય પદાર્થ, ગંદા રસોડા અને જીવાતો મળી આવવાના કારણે કાર્યવાહી પણ કરી છે. આરોગ્ય વિભાગે 460 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. આ સિવાય AMCના આરોગ્ય વિભાગે કૂલ 1.28 લાખનો દંડ અલગ અલગ સ્થળ પરથી વસૂલ કર્યો છે. આ સિવાય 12 એકમ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા છે. 

 

(8:38 PM IST)