તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 5th July 2025
ડેડીયાપાડા-સાગબારા માટે જનહિતના પ્રશ્નો પર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની તાત્કાલિક કાર્યવાહીની માંગ
આંગણવાડીના મકાન અને કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવાની અધિકારીઓ સાથે બેઠક :આંગણવાડી કર્મચારીઓને BLOના ઓર્ડર રોકવામાં આવે:સ્વચ્છતા, આરોગ્ય અને વીજળીના પ્રશ્નો પર અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યો : ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડેડીયાપાડા અને સાગબારાના વિકાસ માટે તમામ મહત્વપૂર્ણ મુદ્દા જિલ્લાની સંકલન બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી. આ મુદ્દા પર ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન બેઠકમાં આજે અમે સામેલ થયા હતા. આ બેઠકમાં અમે આ બંને તાલુકાના લોકહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે તે માટે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે અને ડિસ્ટ્રીક હાઈવેમાં જ્યાં પણ સમારકામની જરૂરત છે તે તાત્કાલિક કરવામાં આવે, ઘણી જગ્યાએ આંગણવાડીઓના મકાનો નથી તો આંગણવાડીઓના મકાન તાકીદે બનાવવામાં આવે, આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે તેમાં કર્મચારીઓ સમય પર હાજર નથી રહેતા તેવી ફરિયાદો આવી રહી છે અને જેના કારણે લોકોને અગવડતા પડી રહી છે. માટે આ સમસ્યાનું પણ સમાધાન જલ્દી લાવે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પણ લોકોને સનદ મળી છે અને કેટલાકના દાવા પેન્ડિંગ છે એમની પણ એક ચકાસણી કરીને અને સર્વે કરીને તેમનું નિરાકરણ લાવવામાં આવે, આ સિવાય બીજી અન્ય તમામ બાબતો જેમ કે સ્વચ્છતા હોય, કુપોષણ હોય, સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય, અને વીજળીને લઈને પણ ચર્ચા કરાઈ છે. આ તમામ બાબતો પર અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને મેં જે પણ પ્રશ્નોની રજૂઆત કરી છે તે બાબતે જલ્દીથી નિરાકરણ આવે તે માટે તેઓએ ખાતરી આપી છે. આંગણવાડીના કર્મચારીઓને BLOના ઓર્ડર મળ્યા છે તો તેને અટકાવવામાં આવે, જો આંગણવાડીના કાર્યકરોને BLOની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? શિક્ષકોની ઘટ છે તેમ છતાં પણ શિક્ષકો પાસે BLOના કામ આપવામાં આવે છે તે બાબતે પણ મેં ધ્યાન દોર્યું છે. સાથે સાથે મોવી થી ડેડીયાપાડા રોડમાં વચ્ચે જે પુલ તૂટ્યો છે તેમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી દેખાય છે તો હવે તે પણ ચાલુ કરવામાં આવે આવી તમામ બાબતોને લઈને ચૈતર વસાવાએ જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચા કરી છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
