<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

અમદવાદના કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

આરોપીઓએ પોતે મુંબઈ પોલીસની ઓળખ આપી નિવૃત્ત સરકારી કર્મચારીને તેમનું આધાર કાર્ડ આંતકવાદી પ્રવૃત્તિમાં વપરાયો હોવાની ધમકી આપી હતી

અમદવાદના કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા છે. આરોપીઓએ પોતે મુંબઈ પોલીસની ઓળખ આપી નિવૃત્ત સરકારી કર્મચારીને તેમનું આધાર કાર્ડ આંતકવાદી પ્રવૃત્તિમાં વપરાયો હોવાની ધમકી આપી અને જો તેઓ આ કેસથી બચવા માગતા હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. 

   વૃદ્ધએ ધરપકડથી બચવા પોતાન મરણમૂડી 3 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે. પરંતુ આરોપીઓએ વધુ 7 લાખની માંગણી કરી.  નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી તેણે પરિવારને જાણ કરી અને સમગ્ર હકીકત સામે આવી. ત્યારે પરિવાર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અમદાવાદથી બે આરોપી કરી ધરપકડ કરવામાં આવી છે.

 



 

(9:39 PM IST)