<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

મહેસાણા નપાનો નિયમિત વેરો ભરનારાને લાખો રૂપિયાનું બિલ આવ્યું ! :ટેક્નિકલ ખામીને લીધે અનેક લોકો પરેશાન

લાખ્ખોનો વેરો ભરવાનો બાકી નીકળતો હોવાનું બિલ મળ્યું: વેરા બિલોમાં છબરડો જોઈ અરજદારોએ રજુઆત માટે મનપા કચેરીમાં દોટ મૂકી હતી

મહેસાણા મહાનગર પાલિકામાં વેરાના કલેશન માટે એપ બનાવી અને વોટ્સએપ દ્વારા વેરાના માંગણા બીલો મિલ્કત ધારકો અને વ્યવસાય કર્તાઓને મોકલવામાં આવ્યા હતા. જોકે આ કામગીરી દરમિયાન કેટલાક લોકો વેરો રેગ્યુલર ભરતા હોવા છતાં તેમને લાખ્ખોનો વેરો ભરવાનો બાકી નીકળતો હોવાનું બિલ મળ્યું હતું. વેરા બિલોમાં છબરડો જોઈ અરજદારોએ રજુઆત માટે મનપા કચેરીમાં દોટ મૂકી હતી.

મહેસાણા મનપા તંત્ર દ્વારા વેરા બિલોના ઝડપી અને સરળ કલેક્શન માટે નવી એપ બનાવી હતી. તો વોટ્સએપ દ્વારા જેતે મિલ્કતધારક કે વ્યવસાયકર્તાને તેમના બાકી વેરાના માંગણા બિલો મોકલવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન મહેસાણામાં મનપા કચેરી પાસેના ક્રિસ્ટલ મોલમાં આવેલ સુહાગ ચેઇન્સ નામની પેઢીનો રેગ્યુલર વેરો ભરાતો હોવા છતાં તેમના એડ્રેસ પર પાછલા બાકી વેરા અને તેના પર લાગેલા વ્યાજ સહિતનું 1 લાખ કરતા વધુની રકમના બાકી વેરાનું અને અન્ય પેઢીના નામ લખેલું વેરાબીલ તેમને મળ્યું હતું. જોકે આ મામલે તેમને તંત્રમાં લેખિત રજુઆત કરી હતી.

જેને લઈ ટેક્નિકલ ખામી હોવાનું કહી તેમની રજુઆતનો નિકાલ કરાયો હતો. જોકે તંત્રની આ ટેક્નિલ ખામી તેમજ જેતે નાગરિકોના ફોન નમ્બર અપડેટ થયેલા ન હોઈ આ સમસ્યા રહી હતી. જોકે એક જ એડ્રેસ પર મૂળ પેઢી કે વ્યક્તિ કરતા અન્ય પેઢી અને વ્યક્તિના નામ જોવા મળતા અરજદારો દ્વારા તંત્રમાં પોલમ્પોલ ચાલતી હોવાની શંકા જતાવી હતી.

(1:42 PM IST)