News of Thursday, 10th July 2025
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો હતો.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આર્ધ આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન, પાદ પ્રક્ષાલન, આરતી મોટેરા સદ્ગુરુ સંત, સંતવૃંદ તેમજ હરિભક્તોના સમૂહે કર્યું હતું.
ત્યારબાદ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વિડિયો આશિર્વાદનો અલભ્ય લાભ મળ્યો હતો. આ પાવનકારી અણમોલ અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
