<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

અંબાજીમાં ફેંકી દેવાયેલો એલોપેથિક દવાનો જથ્થો મળ્યો મળતા હડકંપ: કેટલીક દવાઓ 2026 હોવા છતા કેમ ફેંકી: ઉઠતા સવાલ

અંબાજીના બ્રહ્મપુરી વાસમા આયુષ્માન આર્યોગ્ય મંદિર નંબર -3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે દવાનો જથ્થો જોવા મળતા ચકચાર

અંબાજીમાં ફેંકી દેવાયેલો એલોપેથિક દવાનો જથ્થો મળ્યો મળતા હડકંપ મચી જવા પામ્યો છે. અંબાજીના બ્રહ્મપુરી વાસમા આયુષ્માન આર્યોગ્ય મંદિર નંબર -3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો. આયુષ્યમાન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટ દૂર જ દવાઓનો જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.  

 

મળતી માહિતી મુજબ, અંબાજીના બ્રહ્મપુરી વાસમા દાટી દેવાયેલી એલોપેથિક દવાઓ મળી આવી છે. બ્રહ્મપુરી વાસમા આયુષ્માન આર્યોગ્ય મંદિર નંબર -૩ ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો.  આયુષ્યમાન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટ દૂર જ દવાઓનો જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળ્યો છે. જે દવાઓમાં ORSના પેકેટો સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો. આ ફેંકી દેવાયેલી દવાઓ ઉપર 2024,2025 અને 2026ની તારીખ જોઈ શકાય છે. કેટલીક દવાઓ 2026 હોવા છતા કોણે અને કેમ ફેંકી તેમોટો સવાલ ઉઠ્યો છે. આદિવાસી વિસ્તારના દર્દીઓને દવાઓ આપવાના બદલે ફેંકી કેમ દેવાઈ તે એક મોટો પ્રશ્ન છે.

 

દવાઓમાં ORSના પેકેટો સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો છે.  આ ફેંકી દેવાયેલી દવાઓ ઉપર 2024,2025,ને 2026 જોઈ શકાય છે. કેટલીક દવાઓ 2026 હોવા છતા આ દવાઓ કોણે અને કેમ ફેંકી દેવામાં આવી તેને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બિનવારસી દવાના જથ્થાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવી જોઇએ અને આવી હરકત કરનારા કર્મીઓ સામે આકરા પગલા લેવામાં આવે તેવું સ્થાનિકો માગ કરી રહ્યા છે.

(7:40 PM IST)