<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

‘કાના'એ કુકરી ગાંડી કરી : ‘ગોપાલ'નો લલકાર સ્‍વીકારી પડકાર ફેંકયો

સોમવારે બેય અધ્‍યક્ષ પાસે જઇ રાજીનામા આપી દઇએ, પછી મોરબીમાં ચુંટણી લડીએ : કાંતીલાલ અમૃતીયાઃ ચેલેન્‍જ ઝીલવાનો મારો સ્‍વભાવ, વિસાવદરની એક સીટ આવી તેમાં તો ઉપાડા લીધા છે, હવે ચુંટણી લડીએ, હારીશ તો તમને રૂા. ર કરોડ પણ આપીશઃ ધારાસભ્‍ય કાંતીલાલે ગોપાલ ઇટાલીયાને આપ્‍યો વળતો જવાબ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૧: મોરબીના ધારાસભ્‍ય કાંતીલાલ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયા આમને સામને આવતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

મોરબીના ધારાસભ્‍ય કાંતીલાલ અમૃતિયા ‘કાના' એ કુકરી ગાંડી કરી છે. ગોપાલ ઇટાલીયાનો લલકાર સ્‍વીકારી વળતો પડકાર ફે઼કયો છે અને કાંતીલાલ અમૃતિયાએ કહયું છે કે, હું સોમવારે ૧ર વાગ્‍યે વિધાનસભા અધ્‍યક્ષ પાસે રાજીનામુ આપવા માટે આવીશ, ગોપાલભાઇ પણ રાજીનામુ આપવા આવી જાય. જો હું બોલ્‍યો ફરૂ તો મારા બાપમાં ફેર, અને ગોપાલ બોલ્‍યુ ફરે તો તેના બાપમાં ફેર હોય... તેમ કહેતા મોટો રાજકીય ખળભળાટ વ્‍યાપી ગયો છે.

મોરબીના ધારાસભ્‍ય શ્રી કાનાભાઇ અમૃતીયાનો વિડીયો જબરજસ્‍ત વાયરલ થઇ રહયો છે. હું હારીશ તો બે કરોડ અચુક ચુકવી આપી દઇશ પણ લડવા તો આવો. તમે દેશભરના આપના નેતાને મેદાનમાં ઉતારો, મને મારા કાર્યકરો અને મતદારોમાં ભરોસો છે. મેં પાંચ વર્ષ પુરૂ કામ કર્યુ છે. વિસાવદર આપના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાને ખુલ્લી ચેલેન્‍જ આપી છે. હવે ગોપાલ ઇટાલીયા શું કરે છે તે તરફ સૌની મીટ છે.

કાંતીલાલ અમૃતિયા

ધમાસાણ વચ્‍ચે ધારાસભ્‍ય કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્‍ચે શાબ્‍દિક યુદ્ધ જામ્‍યું છે. ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્‍ય કાંતિલાલ સમક્ષ રાજીનામાની માંગ કરી ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચેલેન્‍જ સ્‍વીકારી હતી. ત્‍યારે ધારાસભ્‍ય કાંતિલાલે વળતા જવાબમાં તેઓને પણ રાજીનામુ આપી ચૂંટણી લડવા આવવાનો પડકાર ફેંકયો છે.

આ મામલે ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયાએ જણાવ્‍યું કે હું રાજકારણમાં ૧૯૮૨થી છું. સેવાકીય ઙ્કવળત્તિમાં ચેલેન્‍જ ઝીલવાનો અને કામ કરવાનો મારો સ્‍વભાવ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોરબીમાં વરસાદને લઈને જે થયું ત્‍યારે સોમ-મંગળ હું ગાંધીનગર હતો. મોરબીની ઙ્કજા સમક્ષ પહેલા હું માફી માંગુ છું. ખાડા, ગટર ઉભરાવવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્‍કાલિક ચાલુ કરી દીધા છે. ગાંધીનગરથી હું જોતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોરબીની ઙ્કજાને ઉશ્‍કેરવાનો ધંધો કરે છે. એક વિસાવદરની સીટ આવી ત્‍યાં તો ગોપાલભાઈ આવશે, અહીં ગોપાલભાઈ વાળી થશે તેવી વાતો થવા લાગી.

ધારાસભ્‍યએ ઉમેર્યું કે બે વર્ષથી હું જોઉં છું. ગોપાલભાઈ તમામ નેતા વિશે બોલે છે. હવે તમે અધ્‍યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બેય રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે આપણે બેય મોરબીથી ચૂંટણી લડીશું. આપણા કાર્યકર્તાઓ વિસાવદરથી ચૂંટણી લડશે.

૧૯૯૮માં હું મોરબીના યાર્ડ માટે બોલ્‍યો હતો કે આ જમીન નહિ જવા દવ. મે બોલેલું પાળી જમીન ન જવા દીધી. મોરબીના કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે તમે આવો અને આમ આદમી પાર્ટીના ભારતના બધા નેતા આવે. આપણે ચૂંટણી લડી લઈએ. જો હું હારીશ તો રૂ.૨ કરોડ આપીશ. એક સીટ આવી છે તેમાં તો આમ આદમી પાર્ટીએ આખા દેશમાં ઉપાડો લીધો છે. ગોપાલભાઈ આમ ગોપાલભાઈ કાંઈ સાવજ થોડા છે.

ઇસુદાન ગઢવી

આ અંગે ઇસુદાન ગઢવીએ કહયું હતું કે, પહેલા કાંતીલાલ અમૃતીયા રાજીનામુ આપે પછી અમે રાજીનામુ આપવા તૈયાર છીએ. (૪.૨૬)

હું કાનાભાઈની સાથે છૂ!! મોરબીમાં ગોપાલ ઈટાલિયા કાંતિલાલને હરાવે તો હું પણ ૨ કરોડ આપીશ : લાખાભાઇ જારીયા

હું કાંતિલાલને સપોર્ટ કરૂ છું: ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારાા મોરબી, તા., ૧૧: મોરબીમાં કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયાની ચૂંટણી લડવા બાબતે થયેલી સામસામી ચેલેન્‍જ બાદ હવે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ પણ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે અને જીતે તો ૨ કરોડના ઈનામની જાહેરાત કરી છે.

મોરબીમાં જન આંદોલનને પગલે રાજકીય ધમાસાણ શરૂ થયું છે. જેમાં ઙ્કથમ કાંતિલાલે ગોપાલ ઈટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો રાજીનામુ દેવાની અને રૂ.૨ કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. સામે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્‍જ સ્‍વીકારી કાંતિલાલને સોમવાર સુધીમાં રાજીનામું દેવાનું કહ્યું હતું. જો વળતા જવાબમાં ફરી કાંતિલાલે સોમવારે બન્ને સાથે રાજીનામું દેવાની ચેલેન્‍જ આપી છે. આ ઉપરાંત ચૂંટણી લડીને ગોપાલ ઇટાલિયા જીતે તો રૂ.૨ કરોડ આપવાનું પણ કહ્યું છે.

આ રાજકીય ગરમાવા વચ્‍ચે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે અને જીતે તો તેઓ તરફથી પણ ૨ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં ભાજપ અગ્રણીઓ અને આગેવાનોએ સોશિયલ મીડિયામાં કાંતિલાલને સપોર્ટ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. (૪.૨૫)

(7:27 PM IST)