<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

રેઇનકોટ- છત્રી કાઢી રાખજો :સોમવારથી ફરી ભારે પવન સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થશે

દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી:દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે:હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે: છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 12 જૂન બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદનું રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીઇ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદ બાદ વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઉત્તર-પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ થવાની શક્યતા છે.

12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના  દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે. છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. સિસ્ટમ નબળી પડતાં આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

 


 

(1:41 PM IST)