<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

શ્રોફ સેવા સદનમાં નરહરિ અમીનની ગ્રાન્‍ટમાંથી સૂર્ય ઉર્જાનો- ઝળહળાટ

 

રાજકોટઃ અમદાવાદ ખાતે સદવિચાર પરિવારના ડો.કે. આર. શ્રોફ સેવા સદનમાં રાજયસભાના સભ્‍યશ્રી નરહરિ અમીનના અનુદાનથી નિર્માણ પામેલ ૭૦ કિલોવોટ સુર્યઉર્જા પ્‍લાન્‍ટનું લોકાર્પણ તેમના હસ્‍તે કરવામાં આવેલ.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી અમીતભાઈ ઠાકર(ધારાસભ્‍યશ્રી વેજલપુર વિધાનસભા) ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે સદવિચાર પરિવારના શુભેચ્‍છકોનો વિશેષ સન્‍માન કરવાનો કાર્યક્રમ પણ યોજ્‍વામાં આવ્‍યો. આ પ્રસંગે સદવિચાર પરિવારના ટ્રસ્‍ટી મંડળ ના પ્રમુખ ડો. પંકજભાઈ એમ. શાહ, મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી પ્રવીણભાઈ કે . લહેરી, ટ્રસ્‍ટી શ્રી કે.આર.સિંગ, સહમંત્રી શ્રી શૈલેષભાઈ આઈ. પટવારી તેમજ શ્રીમતી જયશ્રીબેન મહેતા, શ્રી ચિંતનભાઈ ભટ્ટ, શ્રી પી એસ પટેલ, શ્રી સંદીપભાઈ એન્‍જિનિયર અને સંસ્‍થા સાથે સંકળાયેલ શુભચિંતકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:33 PM IST)