<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

વડોદરામાં છેલ્લા એક મહિનામાં આધારકાર્ડ કઢાવવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરાયા: 8 સામે ગુના નોંધાયા

વારસિયામાં 2, મકરપુરામાં 4, રાવપુરા 1 અને ફતેગંજમાં 1 ગુનો દાખલ થયો

વડોદરામાં આધારકાર્ડ કઢાવવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા એક મહિનામાં આધારકાર્ડમાં જન્મ પ્રમાણપત્ર નકલી મળ્યા હોવાની 8 ગુના નોંધાયા છે. વારસિયામાં 2, મકરપુરામાં 4, રાવપુરા 1 અને ફતેગંજમાં 1 ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન ઓલ ઇન વન ડિજિટલશોપમાંથી બનાવ્યું હતું નકલી જન્મ પ્રમાણપત્ર. દુકાનદાર પાસેથી મળેલી માહિતીના આધારે સૂત્રધાર સુધી પહોંચવામાં મળી હતી સફળતા. વેબસાઇટ પર લીંક દુકાનદારને આપવામાં આવતા હતા અને તેના આધારે બોગસ પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતા. સર્વેશ તિવારી એ 268 લોકોને આઇડી આપી રાખ્યા હતા, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે, આગળ પણ દિલ્હીથી તપાસમાં જે સામે આવશે તેના આધારે વધુ આરોપીઓ પકડાય તેવી શક્યતાઓ છે.

 

(7:45 PM IST)