<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

રાજ્યમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આજે પરિણામ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્ત્વના સમાચારઃવિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે

ગાંધીનગર,તા.૧૧

રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૦-૧૨ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ ૨૦૨૫ દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૨૩ જૂન, ૨૦૨૫થી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૃ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'જૂન-જુલાઈ ૨૦૨૫માં યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ ૧૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૦૮ઃ૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.'

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ જૂન-જુલાઈ મહિના દરમિયાન ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવી. જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ૨૩ જૂન, ૨૦૨૫ શરૃ થઈ હતી. જેની હોલટિકિટ ૧૨ જૂનથી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ થવાની શરૃ થઈ હતી. શિક્ષણ બોર્ડની માહિતી અનુસાર ધોરણ ૧૦-૧૨માં જૂન-જુલાઈ, ૨૦૨૫ની પૂરક પરીક્ષામાં અલગ-અલગ વિષયના કુલ ૧૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.

(10:01 PM IST)