News of Friday, 11th July 2025
દાહોદ નજીક મડાવાવ બ્રિજની હાલત પણ બિસ્માર :પાયા ધોવાયા: દીવાલોમાં તિરાડો પડી :સળિયા દેખાવા લાગ્યાં
મધ્યપ્રદેશ તેમજ ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ હોવાથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સમારકામ કરાયું નથી

દાહોદ નજીક આવેલા મડાવાવ બ્રિજની હાલતમાં ખસ્તા થઈ છે. દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો પણ જાળવણી રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કારણ કે બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા, દીવાસો પર તિરાડો પડી અને સળિયા દેખાવા લાગ્યાં હતા.
મહત્વનું છે કે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ હોવાથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સમારકામ કરાયું નથી. માત્ર ઉપરથી ખાડા પૂરી તંત્રએ સંતોષ માની લીધો. ત્યારે વડોદરા જેવી દુર્ઘટના ન થાય તે માટે લોકો વહેલતકે યોગ્ય સમારકામની માગ કરી રહ્યાં છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
