<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ગંભીરા બ્રિજ હોનારતના મૃતકોને ૨૫ લાખની સહાય આપો : અમિત ચાવડા

બ્રિજનાં ઉદ્‌ઘાટન પ્રસંગે ફોટા પડાવતા મુખ્‍યમંત્રી - મંત્રીઓ જવાબદારી સ્‍વીકારે : વિધાનસભા કોંગ્રેસના નેતાનો આક્રોશ

રાજકોટ, તા.૧૨: વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં કમીશનવળી સરકારમાં કોઈપણ ગુજરાતીના જીવની કોઈ કિંમતના હોય એવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે ઙ્કજાના ટેક્ષના પૈસાથી ચાલતી સરકારના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષમાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ કાંડ, મોરબી બ્રીજ તુટયો, વડોદરા હોડી દુર્ઘટના, સુરતમાં તક્ષશિલાકાંડ અને છેલ્લે ગંભીરાનો બ્રીજ તુટયો જેમાં ૧૮ કરતા વધુના જીવ ગયા. ગુજરાતમાં થોડા વર્ષોનો અભ્‍યાસ કરીએ તો સરકારની ગુન્‍હાઈત બેદરકારીને કારણે અકસ્‍માત થાય છે અને મોટી સંખ્‍યામાં લોકોના જીવ જાય છે. સરકારના કમીશન રાજમાં ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી બેદરકારી સરકાર દ્વારા દાખવવામાં આવે છે. ખુબ જ અસંવેદનશીલતા સાથે રાજ્‍યના શાસકો આવી દુર્ઘટના, હોનારતો પછી શીખ લેવાને બદલે, ફરીવાર આવી દુર્ઘટનાઓ, હોનારત ના થાય તે માટે આગોતરા પગલા લેવાને બદલે ટ્‍વીટ કે સંદેશાઓ પાઠવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દેતા હોય છે.

અમિત ચાવડાએ જણાવ્‍યું કે અમારી પાસે લેખિત પુરાવાઓ છે કે વડોદરા જીલ્લા પંચાયતના સભ્‍ય દ્વારા ત્‍યાના કલેક્‍ટરશ્રી, કાર્યપાલક ઈજનેરને ૨૦૨૨થી પત્ર લખવામાં આવ્‍યો છે કે આ બ્રિજ પર ભારે વાહનો જાય ત્‍યારે આખા બ્રિજમાં ધ્રુજારી થાય છે, બ્રીજ ભયજનક છે, લોકોના અવર-જવર માટે બંધ કરવો જોઈએ અને નવો બનાવવો જોઈએ.

અમિત ચાવડાએ જણાવ્‍યું કે આ ગંભીરા બ્રીજ એ આણંદ- વડોદરાને જોડતો મુખ્‍ય બ્રીજ છે જેનો ઉપયોગ ખેડૂતો, નોકરી, કામદારો પ્રતિદિન ઉપયોગ કરે છે પરંતુ બ્રીજ તૂટી જવાને કારણે લોકોને ૩૦-૪૦ કિલોમીટર વધુ ફરીને જવું પડે છે અને લગભગ ૩ થી ૪ કલાક જેટલો સમય વધી જાય છે. તો તાત્‍કાલિક સરકાર ત્‍યાં નવો બ્રીજ બનાવવાની જાહેરાત કરે તેવી ત્‍યાના લોકો વતી વિનંતી સાથે માંગણી કરું છું. અને ત્‍યાં સુધી જે વૈકલ્‍પિક રસ્‍તાઓ છે તે પણ પુરતી સુવિધા સાથે કાર્યરત રહે તેવી માંગણી કરું છું. મિલ રાવલ (વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય)ની યાદીમાં જણાવાયું છે.

(1:47 PM IST)