તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 13th July 2025
વડોદરમાં નશામાં ધૂત આધેડ કાર ચાલકે લોકોના જીવ તાળવે ચડાવી દીધાઃ લોકોએ સમયસર કાર રોકાવી દેતા મોટી દુર્ઘટના ટળી
કારની બેફામ સ્પીડથી રાહકાદારીઓ અને વાહન ચાલકો ભયભીત થઇ ગયા હતાઃ કારચાલક ઉભો કરે બોલી પણ શકતો ન હતો

વડોદરાઃ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક નશામાં ધૂત આધેડે કાર ચલાવીને અફરા-તફરી સર્જી હતી. સદનસીબે, જાગૃત નાગરિકોએ સમયસર કારને રોકી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક અમદાવાદથી દારૂ પીને વડોદરા આવ્યો હતો. પોલીસે કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં નશાખોરો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
કારની ગતિ અને આ શખ્સની બેફામ હરકતોને જોઈ રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ભયભીત થઈ ગયા હતા. કાર ચાલકની હરકતોનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે કાર ચાલક કાર ચલાવવા અસમર્થ હતો અને તેનાથી ઉભા રહેવું કે બોલવાનું પણ મુશ્કેલ હતું. વાહનચાલકોની સતર્કતા અને સમયસૂચક થી મોટી દુર્ઘટના ટળી છે.
સ્થળ પર હાજર લોકોએ તરત આ કારને અટકાવીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં અકોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આધેડ શખ્સને અટકાયત કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વાહન ચલાવતા નશેબાજો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઊજાગર કરી છે.
અકોટા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીએ અમદાવાદમાં દારૂ પીધો હતો અને પછી નશાની હાલતમાં કાર ચલાવી વડોદરા આવ્યો હતો. આરોપી મૂળ સુરતના કામરેજનો રહીશ છે અને વેપારના કામે મિત્રને મળવા વડોદરા આવ્યો હતો. પોલીસે આરોપીની કાર પણ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
