<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો

ડાંગ અને વલસાડમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી: સપાટી 167.55 ફૂટે ડેમ છલકાયો

અમદાવાદ : ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ડાંગ અને વલસાડમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી. ડેમની સપાટી 167.55 ફૂટે ડેમ છલકાયો હતો. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(7:25 PM IST)