<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મોડાસાના ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી કુખ્યાત બુટલેગર અને ચેઈન સ્નેચર ફરાર થઈ ગયા

દઘાલીયા ગામેથી પોલીસે ઝડપેલો આરોપી ફરાર થયો: ટીંટોઇ સરકારી આરોગ્ય કેદ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરાવવા લવાયો હતો

મોડાસાના ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી કુખ્યાત બુટલેગર અને ચેઈન સ્નેચર ફરાર થઈ ગયા છે. દઘાલીયા ગામેથી પોલીસે ઝડપેલો આરોપી ફરાર થયો છે. ટીંટોઇ સરકારી આરોગ્ય કેદ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરાવવા લવાયો હતો. આરોપી પપ્પુ ચાઈનાની પોલીસે હાથકડી ખોલતાની સાથે જ કોટ કૂદી ફરાર થઈ ગયો. મોડી રાત્રે એક વાગ્યાના અરસા દરમિયાન આરોપીને હોસ્પિટલ લઈ જવાયો હતો. રાત્રીના સમયે સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરાર થતા પોલીસ સામે સવાલો ઊભા થયા છે. મોડી રાત્રીના અરસા દરમિયાન આરોપીને કેમ દવાખાને લઈ જવાયો એ સવાલ. ટીંટોઇ પોલીસે નાસી છુટેલ આરોપી પપ્પુ ચાઈનાને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

(12:39 AM IST)