<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ :ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.  આ સિવાય  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. તેમજ ગાજવીજ સાથે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જોકે, 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને બ્રેક લાગી છે. 

(1:23 AM IST)