<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

વિસાવદરના ધારાસભ્‍ય તરીકે ગોપાલ ઇટાલીયાએ શપથ લીધા : જુઓ વિડિયો

અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીએ શપથ લેવડાવ્‍યા : આપના નેતા ઇશુદાન ગઢવી, મનોજ સોરઠીયા, હેમંત ખવા સહિતના ઉપસ્‍થિત

ગાંધીનગર, તા., ૧૬: વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાએ આજે બપોરે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્‍યક્ષ સમક્ષ ધારાસભ્‍ય તરીકે શપથ લીધા છે.

વિસાવદર બેઠક ઉપરથી જંગી બહુમતીથી ચુંટાયેલા આમ આદમી પાટીના પ્રદેશ નેતા અને લોકપ્રશ્નને સતત વાચા આપતા રહેતા ગોપાલ ઇટાલીયાએ આજે બપોરે વિધાનસભા ભવન ખાતે વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી સમક્ષ ધારાસભ્‍ય તરીકે શપથ લીધા હતા.

આ તકે આમ આદમી પાટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્‍ય હેમંતભાઇ ખવા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

ગોપાલ ઇટાલીયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય તરીકે શપથ ગ્રહણ કરતાની સાથે જ ગુજરાતની રાજનીતિમાં નવો અધ્‍યાય શરૂ થયો છે. (૪.૧૭)

(2:02 PM IST)