News of Wednesday, 16th July 2025
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું . કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ભારે વાહનો માટે બંધ
12 ઓક્ટોબર સુધી કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો

અમદાવાદ : ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ અમદાવાદનું તંત્ર સફાળુ જાગ્યું છે. સરકારના આદેશથી હાથ ધરાયેલ ચકાસણી બાદ, અમદાવાદ જિલ્લાના 60 વર્ષ જૂના બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. કણભા અને કુંજાડ રોડ પર આવેલો છે 60 વર્ષ જૂનો બ્રિજ. ભારે વાહનોએ નેશનલ હાઈ વે 47 નો ઉપયોગ કરવા તંત્રનો આદેશ છે . ભારે વાહનોને હવે NH 48 પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 12 ઓક્ટોબર સુધી કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
