તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 16th July 2025
પંચાયત મંડળનું કેલેન્ડર જાહેર: વિવિધ 30 કેડરોમાં હજારોની ભરતી કરાશે 2026 સુધીની ભરતી કેલેન્ડર : જુઓ સંપૂર્ણ યાદી
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ કેડર માટેની ભરતી કેલન્ડર જાહેર થયું

અમદાવાદ :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી માટેનું કેલેન્ડર જાહેર થયું છે જેમાં વિવિધ 30 કેડરોમાં હજારોની ભરતી કરાશે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ કેડર માટેની ભરતી કેલન્ડર જાહેર થયું છે
અત્રે ઉલેલ્ખનીય છે ક્જે ગત વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408 પોલીસ ભરતી બોર્ડ દ્વાર વર્ગ-3 ની જગ્યાઓ માટે 12,145 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
