<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પૂરક પરીક્ષાનું ૫૧.૫૮% પરીણામ

વેબસાઇટ ઉપર પરીણામ જાહેર થયુઃ ૩૩૭૩૧ પરીક્ષાર્થીઓમાંથી ૧૭૩૯૭ છાત્રો ઉતીર્ણ

રાજકોટ તા.૧૭: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરીણામ વેબસાઇટ ઉપર જાહેર થયું છે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું ૫૧.૫૮ ટકા પરીણામ જાહેર થયું છે.

ગુજરાતમાં આજે બોર્ડ પરીક્ષાની પૂરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્‍યું. રાજ્‍યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૯ કલાકે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્‍યું હતું. ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫૧.૫૮ ટકા પરિણામ આવ્‍યું. સામાન્‍ય પ્રવાહમાં બોર્ડ દ્વારા લેવાયેલ પૂરક પરીક્ષામાં ૩૩,૭૩૧ પૈકી ૧૭,૩૯૭ વિદ્યાર્થી પાસ થયા. આ પરિણામ બાદ વિદ્યાર્થીઓ આ જ વર્ષમાં આગામી અભ્‍યાસમાં જોડાઈ શકશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની જૂન-જુલાઈ ૨૦૨૫માં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કરાયું હતું. જ્‍યારે આજે સવારે સામાન્‍ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્‍યું. ગઈકાલે શિક્ષણ મંત્રી પ્રફૂલ્લભાઇ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરીને આ જાણકારી આપી હતી કે ૧૭ જુલાઈના ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.(

(4:16 PM IST)