News of Thursday, 17th July 2025
હેરિટેજ સરખેજ રોઝાના ગુંજબના કળશની ચોરી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને દબોચ્યા
સોનાનો કળશ અને પાંદડું હોવાનું માનીને ચોરી કરી હતી. પરંતુ બંને વસ્તુ પિત્તળના ધાતુની બનેલી હતી.

અમદાવાદ : હેરિટેજ સરખેજ રોઝાના ગુંજબના કળશની ચોરી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, સોનાનો કળશ અને પાંદડું હોવાનું માનીને ચોરી કરી હતી. પરંતુ બંને વસ્તુ પિત્તળના ધાતુની બનેલી હતી.
આરોપીઓએ અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો હતો. પીતળના કળશ ઉપર નકાશી કામ કરવામાં આવ્યું હતું. રોઝાના ગુંજબ ઉપર રહેલો 6-7 કિંગ્રા વજન ધરાવતો રૂ.1700 કિંમતનો કળશ અને પાદડુ ગાયબ થયા હતા. સેક્રેટરી નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
