<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

વડોદરામાં સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસે કર્યા દેખાવો: પોલીસે 10થી વધુ કાર્યકરોની કરી અટકાયત

મેયર અને મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભા પૂર્વે, સ્મશાનના ખાનગીકરણ કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સ્મશાનનું ખાનગીકરણ કરાતા વિરોધ, શહેરના ખાડાઓ વાળા રસ્તાઓ અને સ્વચ્છતા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં પ્રવેશતા નાગરિકોને રોકવામાં આવ્યા હતા.  કોર્પોરેશન કચેરીમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા તેઓને પાલિકાની બહાર જ રોકવામાં આવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસે 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.

(10:19 PM IST)