News of Thursday, 17th July 2025
સુરતે સ્વચ્છતાથી અગ્રીમ સુપર સ્વચ્છતા શહેરનો ખિતાબ જીત્યો :રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સફાઈ કર્મચારીઓ પર પુષ્પ વર્ષા કરી મોં મીઠું કરાવીને સન્માન કરાયું :મોટી સંખ્યામાં સુરતીઓ આ કાર્યક્રમમાં જોડાયા:સુરતમાં ઉજવણીના દૃશ્યો

સુરત :વિશ્વમાં ડાયમંડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરતે સ્વચ્છતાથી પણ અગ્રીમ સુપર સ્વચ્છતા શહેરનો ખિતાબ જીત્યો છે. સુરતના મેયર અને મનોપા કમિશનર એવોર્ડ લઈને સુરત પહોંચ્યાં છે. સુરતના વાય જંક્શન પર તહેવાર જેવી ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈ, મેયર દક્ષેશ માવાણી, મનપા કમિશનર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ તેમજ ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સફાઈ કર્મચારીઓ પર પુષ્પ વર્ષા કરી તેમનું મોં મીઠું કરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સુરતીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સુરત માટે કોઈ મોટો તહેવાર હોય તે પ્રકારની ઉજવણીના દૃશ્યો જોવા મળ્યો છે. દેશ ભક્તિના ગીતો પર સફાઈ કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા હતા. સફાઈ કર્મીઓની જે તનતોડ મહેનત હતી તેનું પરિણામ સામે આવતા સફાઈ કર્મચારીઓના મુખ પર ખુશી જોવા મળી રહી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
