News of Friday, 18th July 2025
ધો. ૧૦ની પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ
સમગ્ર ગુજરાતમાં 93,904 પરીક્ષાર્થીઓમાંથી 25929 ઉતીર્ણઃ વેબસાઇટ પર પરિણામ જાહેર થયું

રાજકોટ તા. ૧૮: તાજેતરમાં લેવાયેલ ધો. ૧૦ની પૂરક પરીક્ષાનું આજે સવારે ૯ કલાકે વેબસાઇટ ઉપર પરિણામ જાહેર થયું છે. ધો. ૧૦ ની પૂરક પરિક્ષાનું 27.61 ટકા પરિણામ જાહેર થયું છે.
એસ.એસ.સી. પરીક્ષા જૂન-જુલાઇ (પૂરક)-2025નું પરિણામ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજયના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ફેબ્રુઆરી-માર્ચ-2025ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે જૂન-જુલાઇ (પૂરક)-2025 પરીક્ષા માટે 1,24,058 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, નોંધાયેલ પરીક્ષાર્થીઓમાંથી 93,904 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 25,929 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન-જુલાઇ (પૂરક)-2025 પરીક્ષાનું સમગ્ર રાજયનું પરિણામ 27.61 ટકા આવેલ છે.
ધો. ૧૦ની પૂરક પરીક્ષામાં 60,520 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 15363 પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા હતા. વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષામાં સરેરાશ ટકાવારી 25.38% છે. જયારે 33384 વિદ્યાર્થીનીઓએ ધો. ૧૦ની પૂરક પરીક્ષા આપી હતી. જેમાં 10,566 વિદ્યાર્થીનીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. (૭.૧૮)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
